જનની જણ તો શૂરવીર જણ..શૂરવીર જણ……

ફક્ત કશ્મીર જ નહિ આજે દિલ્હી, મુંબઈ, ગુજરાત બધી જ જગ્યાએ આતંકવાદ નો ત્રાસ વધતો જાય છે ત્યારે હવે એક નહિ હજારો શિવાજી પેદા થાય એ જ સમયની માંગ છે. ભારતની દરેક નારી એ જીજાબાઈ બનવાની તૈયારી રાખવી જોઈએ.

આજે દેશની પરિસ્થિતી જોતાં એવું લાગે છે કે દેશને બચાવવા ફરીથી શિવાજી, મહારાણા પ્રતાપ, રાની લક્ષ્મીબાઇ, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, તાત્યા ટોપે જેવા અનેક વીર પુરુષોની જરૂર છે.

પણ આ કઈ રીતે શક્ય છે?

આ પરિસ્થિતિમાં સામાન્ય નર કે નારી શું કરી શકે?

આનો એક ઉપાય છે….દરેક દંપતી, દરેક સ્ત્રી જો એવો સંકલ્પ કરે કે મારી કૂખે હું એવા શૂરવીર, નીડર અને દેશભક્ત બાળકને જન્મ આપીશ કે જે દેશને આ તમામ સંકટોમાથી બહાર લાવે અને ભારતને વિશ્વગુરુ બનાવે.

આજે આપણાં દેશ પાસે ભક્તોની, સંતોની કે મહાત્માઓની કોઈ કમી નથી. આપણી પાસે બુધ્ધિ છે, જ્ઞાન છે, ઉદારતા છે, અધ્યાત્મિકતા છે, જે દુનિયાના બીજા દેશો પાસે નથી, બસ હવે ખૂટે છે શૂરવીરતા, હિંમત અને સાહસ જે દેશને આતંકવાદના રાક્ષસ થી મુક્ત કરાવવા જરૂરી છે.

મોજમજા, આનંદ કે ભૌતિક સુખોમાં આપડે ડૂબેલા ના રહિએ કે જેથી આપડા બાળકમાં વીરતા, નીડરતા, દેશભક્તિ જેવા ગુણોનું સિંચન કરવાનું ભૂલી જઈએ.

લગ્નગ્રંથિથી જોડાતા દરેક યુગલને વડીલોએ હવે એવા આશીર્વાદ આપવા જોઈએ કે પરાક્રમી, નિર્ભય અને શૂરવીર બાળકની માતા બન.

દરેક સ્ત્રીએ ગર્ભ રહે તે પહેલાથી લઈને નવ મહિના સુધી શૂરવીર પુરુષોના જીવન ચરિત્ર વાંચવા જોઈએ અને સતત તેનું ચિંતન મનન કરવું જોઈએ. વીર પુરુષોનો ફોટો ઘરમાં રાખી શકાય.

જેમ અસૂરોનો નાશ કરવા રાજા દશરથ અને કૌશલ્યાએ વીર અને દૈવી પુત્ર નો સંકલ્પ કરી ભગવાન શ્રી રામ ને જન્મ આપ્યો, જેમ મુગલોના સાશનનો અંત લાવવા જીજાબાઈએ વીર પુત્રનો સંકલ્પ કરી શિવાજીને જન્મ આપ્યો, આવા ઘણા ઉદાહરણો આજે પણ આપણાં દેશમાં છે. એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે?

શૂરવીરતાનો આ ભુલાઈ ગયેલો મહિમા ફરીથી જાગૃત કરવાનો સમય હવે પાકી ગયો છે. આપણે આપણું ગૌરવ પૂન: સ્થાપિત કરવું પડશે… ગર્ભસંસ્કાર જ સમસ્ત દેશને આ મહાન સંકટ માથી ઉગારી શકે છે.

 

આર્ટીકલના લેખિકા:

જયશ્રી હાર્દિક ઉપાધ્યાય
ગર્ભસંસ્કાર કોચ અને સલાહકાર

—————————————————————————————————————————————————————————————-

આ આર્ટીકલ આપને કેવો લાગ્યો ? આપના મંતવ્યો mgarbhsanskar@gmail.com પર જરૂરથી જણાવશો. આવા આર્ટીકલ નિયમિત મેળવવા માટે અમારું ફેસબુક પેજ લાઇક કરી ફોલો કરો: https://www.facebook.com/MAJESTICGARBHSANSKAR/

કલાસર્જન – ગર્ભસ્થ શિશુની એકાગ્ર શક્તિનું નિર્માણ

ગર્ભાવસ્થા ના શરૂઆતના દિવસો માં બેચેની, આળસ, ઉલટી, ઉબકા, ખાવાનું ન ભાવવું, સુતા રહેવાની ઈચ્છા થયા કરવી એ સ્ત્રી માટે સામાન્ય ઘટનાઓ છે. પરંતુ, આ બધામાંથી બહાર આવી, પોતાની જાનતે પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવાથી ગણા પ્રશ્નો હલ થઇ જતા હોય છે અને આવનાર બાળકને પણ અદભુત એવા ફાયદા મળતા હોય છે.

આજના અધુનીક યુગમાં પણ ઘણી સગર્ભા મહિલાઓ બાળક માટે સ્વેટર, મોજા કે ટોપી બનાવતી હોય છે જે ખુબજ સારી બાબત છે. પરંતુ, હવે WhatsApp, Facebook અને Instagram ના યુગમાં ધીરે ધીરે આવી પ્રવૃત્તિઓ લુપ્ત થવા લાગી છે. વળી આપણી પાસે વ્યસ્ત રહેવાના બીજા પણ રસ્તાઓ હોય છે. આના કારણે ક્યારેક મીઠી મુંજવણ અનુભવાય કે હું કઈ પ્રવૃત્તિ કરું કે જેની મારા બાળક પર ઉત્તમ અસર થાય.

સગર્ભાવસ્થામાં કલાસર્જન (Art & Craft) એ એક ઉત્તમ પ્રવૃત્તિ છે. કલાસર્જન માં ઝીણવટભરી શુક્ષ્મ કલાત્મક રચના કરવા માટે ખુબજ એકાગ્રતા ની જરૂર પડે છે એટલે કે આ કામ ધ્યાનપૂર્વક,એકાગ્રતા થી કરવું પડે છે. જેનો સીધો ફાયદો ગર્ભ માં રહેલા બાળકમાં એકાગ્રતા શક્તિના વધારાના સ્વરૂપે ઉતરી આવે છે.

દરેક સ્ત્રી અલગ અલગ કલાસર્જન જેવા કે ચિત્રકલા,ભરત ગુંથણ, વેસ્ટ માં થી બેસ્ટ બનાવવું, ગ્લાસ  ચિત્રકળા, પોર્ટ મેકીંગ, મહેંદી, વોલપીસ બનાવવું જેવા શોખ ધરાવતી હોય છે. જો આમથી કશું ના આવડતું હોય અથવા તો કામ મુશ્કેલ લાગતું હોય તો પણ શીખવાનો પ્રયત્ન કરવાથી અને કામ હાથ પર લઇ ને પૂરું કરવાથી આત્મસંતોષ તો મળે જ છે પરંતુ સાથે સાથે બુદ્ધિનો વિકાસ પણ થાય છે.  જેની સીધી અસર ગર્ભસ્થ શિશુના માનસ પર થાય છે.

અહી આપણે એવી ચિંતા નહિ કરીએ કે મને કલાસર્જન આવડે છે કે નહિ, લીધેલું કામ પૂરું થશે કે નહિ, અથવા તો કામ ખુબજ અઘરૂ છે એટલે હાથ પર લેવું જ નહિ. અહી કામ કરવાનો હેતુ કોઈની આગળ કશું સાબિત કરવાનો કે કામને પ્રદર્શની માં મુકવાનો નથી. આપણે આ કામ એટલા માટે કરવાનું છે કારણ કે એકાગ્રતા અને ખુબ મહેનતથી કરેલા કામ આપણને આત્મસંતોષ અને કામ કર્યાનો આનંદ આપે છે અને તેની હકારત્મંક અને ઉમદા અસર ગર્ભમાં રહેલા શિશુ પર પડે છે.

હા, જન્મ બાદ પણ બાળક માં એકાગ્રતા કેળવી શકાય છે, પરંતુ તેમાં ખુબજ મહેનત પડે છે. જયારે ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નોથી માતા સાહજિક રીતે એકાગ્ર શક્તિ બાળકને ભેટ આપી શકે છે. ઘણા બાળકોમાં નાનપણથી જ એકાગ્ર શક્તિ સારી હોય છે, અથવાતો કોઈ એક ક્ષેત્ર માં સાહજિક નિપુણતા હોય છે.આપણે તેને “કોઠાસુજ” તરીકે ઓળખીએ છીએ. કોઠા સુજ એટલે ગર્ભ(કોઠા)માંજ માતા દ્વરા આપવામાં આવેલી સમજણ અને શક્તિ. “એક માતા ૧૦૦ શિક્ષક ની ગરજ સારે” એ કહેવત પ્રચલિત થવા પાછળનુ મર્મ પણ કદાચ આજ હશે.

આર્ટીકલના લેખિકા:

જયશ્રી હાર્દિક ઉપાધ્યાય
ગર્ભસંસ્કાર કોચ અને સલાહકાર


આ આર્ટીકલ આપને કેવો લાગ્યો ? આપના મંતવ્યો mgarbhsanskar@gmail.com પર જરૂરથી જણાવશો. આવા આર્ટીકલ નિયમિત મેળવવા માટે અમારું ફેસબુક પેજ લાઇક કરી ફોલો કરો: https://www.facebook.com/MAJESTICGARBHSANSKAR/