કોવિડ -19: વૈજ્ઞાનિકોના મત મુજબ ગર્ભવતી માતામાંથી નવજાત શિશુમાં કોરોના વાઇરસ ટ્રાન્સફર થતો નથી

કોરોના વાયરસથી વિશ્વભરમાં ડર વચ્ચે કેટલાક સારા સમાચાર બહાર આવ્યા છે. ચિની સંશોધનકારોએ જાહેર કર્યું છે કે વાયરલ ચેપ સગર્ભા માતામાંથી નવજાત શિશુમાં જન્મ સમયે ટ્રાન્સમિટ થતો નથી.

ગર્ભાવસ્થા દરમિયાન કોરોના વાયરસ (COVID-19) થી સંક્રમિત માતાઓ દ્વારા આ રોગ નવજાત શિશુમાં જાય છે કે નહિ તેની પુષ્ટિ કરવા માટે ગયા મહિનામાં બે અભ્યાસ કરવામાં આવ્યા જેનો આર્ટીકલ Frontiers in Pediatrics જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલ છે.

પ્રથમા અધ્યયન ચાર ગર્ભવતી સ્ત્રીઓ પર કરવામાં આવ્યું હતું. ચારે સ્ત્રીઓ વાયરસથી સંક્રમિત હતી અને તેમણે ચીનના વુહાન શહેરની યુનિયન હોસ્પીટલમાં ચેપ દરમિયાન નવજાત શિશુઓને જન્મ આપ્યો હતો. ચીનના હુબેઈ પ્રાંતમાં આવેલ વુહાન શહેર કોરોના વાઇરસથી સૌથી વધારે પ્રભાવિત શેહર હતું.

હુઆઝોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધનકાર અનુસાર આ નવજાત શિશુઓમાંના કોઈને પણ તાવ અથવા ઉધરસ જેવા COVID-19 સાથે સંકળાયેલા કોઈ ગંભીર લક્ષણો વિકસ્યા નથી, જો કે શરૂઆતમાં બધા નવજાત શીશુઓને ICU માં અઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.

આ સિવાય પણ અન્ય 9 સગર્ભા સ્ત્રીઓ કે જે કોરોના થી સંક્રમિત હતી, તેમના પર અધ્યયન કરવામાં આવ્યું હતું. સંશોધનકારોને તેમાં પણ નવજાત શિશુમાં સંક્રમણના કોઈ પુરાવા મળ્યા નથી. હુઅઝોંગ યુનીવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ના ડૉ. યાન લી મુજબ નવમાંથી આઠ ડીલીવરી સિઝેરિયન અને એક ડીલીવરી નોર્મલ થઇ હતી.બંને પ્રકારની ડીલીવરીમાં બાળકને ચેપ લાગ્યો ન હતો.

જોકે સંસોધકોએ જણાવ્યું છે કે કે નવજાત શિશુઓ અને બાળકોમાં સંભવિત COVID-19 ચેપ માતા તરફથી લાગુ પડે છે કે નહિ તે માટે અન્ય પાસાઓની વધુ તપાસ જરૂરી છે.

મજેસ્ટીક ગર્ભસંસ્કારનું મંતવ્ય:

હાલના સમય અને સંસોધન મુજબ કોરોનાની કોઈ ચોક્કસ દવા કે વેક્સીન શોધાયેલી નથી. આ વાયરસથી ડરવાની નહિ પણ સાવચેત રહેવાની જરૂર છે. ગર્ભવતી સ્ત્રીઓએ આ સમય ખુબ જ આનંદમાં હકારાત્મક રહીને વ્યતીત કરવો જોઈએ. જરૂરી ન હોય તો લોકસંપર્ક ટાળવો જોઈએ. અલગ અલગ પ્રવૃતિઓ જેવી કે ગર્ભસંવાદ, હકારાત્મક સૂચનો, પ્રાર્થના, બોધકથા, મહાન લોકોના જીવનના પ્રસંગો, બાળકની 5 ઇન્દ્રિયો વિકસિત થઇ શકે તેવી પ્રવૃતિઓ, સત્સંગ પ્રવૃતિઓ, બ્રેઈન એક્ટીવીટી વગેરે દરરોજ કરવી જોઈએ. હકારાત્મક અને આનંદમય રહેશો તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે, અને આ મજબુરીના સમયને એક તક માં પરિવર્તિત કરી શકાશે.  ઉત્તમ ગુણો વાળા સંતાનને જન્મ આપવાની ગર્ભસ્થ સ્ત્રી ને શ્રેષ્ઠ લાઈફ સ્ટાઇલ એટલે જ ગર્ભસંસ્કાર.

આપની ગર્ભાવસ્થા આનંદમય અને શ્રેષ્ઠ રહે તેવી પરમાત્મા ને પ્રાર્થના.

આ વિષય પર વધુ માહિતી માટે તેમજ ગર્ભસંસ્કારનો દૈનિક કોર્સ ઘરે બેસીને જ કરવા માટે ૯૭૨૭૦૦૬૦૦૧ પર સંપર્ક કરો અથવા તો “ગર્ભ સંસ્કાર ગુરુ” મોબાઈલ એપ આજે જ ડાઉનલોડ કરી ગર્ભસંસ્કાર કોર્સ સબસ્ક્રાઈબ કરો.

 

લેખ સંદર્ભ: https://www.timesnownews.com/health/article/covid-19-scientists-say-coronavirus-not-transmittable-from-pregnant-mothers-to-newborns/565103

જનની જણ તો શૂરવીર જણ..શૂરવીર જણ……

ફક્ત કશ્મીર જ નહિ આજે દિલ્હી, મુંબઈ, ગુજરાત બધી જ જગ્યાએ આતંકવાદ નો ત્રાસ વધતો જાય છે ત્યારે હવે એક નહિ હજારો શિવાજી પેદા થાય એ જ સમયની માંગ છે. ભારતની દરેક નારી એ જીજાબાઈ બનવાની તૈયારી રાખવી જોઈએ.

આજે દેશની પરિસ્થિતી જોતાં એવું લાગે છે કે દેશને બચાવવા ફરીથી શિવાજી, મહારાણા પ્રતાપ, રાની લક્ષ્મીબાઇ, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, તાત્યા ટોપે જેવા અનેક વીર પુરુષોની જરૂર છે.

પણ આ કઈ રીતે શક્ય છે?

આ પરિસ્થિતિમાં સામાન્ય નર કે નારી શું કરી શકે?

આનો એક ઉપાય છે….દરેક દંપતી, દરેક સ્ત્રી જો એવો સંકલ્પ કરે કે મારી કૂખે હું એવા શૂરવીર, નીડર અને દેશભક્ત બાળકને જન્મ આપીશ કે જે દેશને આ તમામ સંકટોમાથી બહાર લાવે અને ભારતને વિશ્વગુરુ બનાવે.

આજે આપણાં દેશ પાસે ભક્તોની, સંતોની કે મહાત્માઓની કોઈ કમી નથી. આપણી પાસે બુધ્ધિ છે, જ્ઞાન છે, ઉદારતા છે, અધ્યાત્મિકતા છે, જે દુનિયાના બીજા દેશો પાસે નથી, બસ હવે ખૂટે છે શૂરવીરતા, હિંમત અને સાહસ જે દેશને આતંકવાદના રાક્ષસ થી મુક્ત કરાવવા જરૂરી છે.

મોજમજા, આનંદ કે ભૌતિક સુખોમાં આપડે ડૂબેલા ના રહિએ કે જેથી આપડા બાળકમાં વીરતા, નીડરતા, દેશભક્તિ જેવા ગુણોનું સિંચન કરવાનું ભૂલી જઈએ.

લગ્નગ્રંથિથી જોડાતા દરેક યુગલને વડીલોએ હવે એવા આશીર્વાદ આપવા જોઈએ કે પરાક્રમી, નિર્ભય અને શૂરવીર બાળકની માતા બન.

દરેક સ્ત્રીએ ગર્ભ રહે તે પહેલાથી લઈને નવ મહિના સુધી શૂરવીર પુરુષોના જીવન ચરિત્ર વાંચવા જોઈએ અને સતત તેનું ચિંતન મનન કરવું જોઈએ. વીર પુરુષોનો ફોટો ઘરમાં રાખી શકાય.

જેમ અસૂરોનો નાશ કરવા રાજા દશરથ અને કૌશલ્યાએ વીર અને દૈવી પુત્ર નો સંકલ્પ કરી ભગવાન શ્રી રામ ને જન્મ આપ્યો, જેમ મુગલોના સાશનનો અંત લાવવા જીજાબાઈએ વીર પુત્રનો સંકલ્પ કરી શિવાજીને જન્મ આપ્યો, આવા ઘણા ઉદાહરણો આજે પણ આપણાં દેશમાં છે. એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે?

શૂરવીરતાનો આ ભુલાઈ ગયેલો મહિમા ફરીથી જાગૃત કરવાનો સમય હવે પાકી ગયો છે. આપણે આપણું ગૌરવ પૂન: સ્થાપિત કરવું પડશે… ગર્ભસંસ્કાર જ સમસ્ત દેશને આ મહાન સંકટ માથી ઉગારી શકે છે.

 

આર્ટીકલના લેખિકા:

જયશ્રી હાર્દિક ઉપાધ્યાય
ગર્ભસંસ્કાર કોચ અને સલાહકાર

—————————————————————————————————————————————————————————————-

આ આર્ટીકલ આપને કેવો લાગ્યો ? આપના મંતવ્યો mgarbhsanskar@gmail.com પર જરૂરથી જણાવશો. આવા આર્ટીકલ નિયમિત મેળવવા માટે અમારું ફેસબુક પેજ લાઇક કરી ફોલો કરો: https://www.facebook.com/MAJESTICGARBHSANSKAR/

કલાસર્જન – ગર્ભસ્થ શિશુની એકાગ્ર શક્તિનું નિર્માણ

ગર્ભાવસ્થા ના શરૂઆતના દિવસો માં બેચેની, આળસ, ઉલટી, ઉબકા, ખાવાનું ન ભાવવું, સુતા રહેવાની ઈચ્છા થયા કરવી એ સ્ત્રી માટે સામાન્ય ઘટનાઓ છે. પરંતુ, આ બધામાંથી બહાર આવી, પોતાની જાનતે પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવાથી ગણા પ્રશ્નો હલ થઇ જતા હોય છે અને આવનાર બાળકને પણ અદભુત એવા ફાયદા મળતા હોય છે.

આજના અધુનીક યુગમાં પણ ઘણી સગર્ભા મહિલાઓ બાળક માટે સ્વેટર, મોજા કે ટોપી બનાવતી હોય છે જે ખુબજ સારી બાબત છે. પરંતુ, હવે WhatsApp, Facebook અને Instagram ના યુગમાં ધીરે ધીરે આવી પ્રવૃત્તિઓ લુપ્ત થવા લાગી છે. વળી આપણી પાસે વ્યસ્ત રહેવાના બીજા પણ રસ્તાઓ હોય છે. આના કારણે ક્યારેક મીઠી મુંજવણ અનુભવાય કે હું કઈ પ્રવૃત્તિ કરું કે જેની મારા બાળક પર ઉત્તમ અસર થાય.

સગર્ભાવસ્થામાં કલાસર્જન (Art & Craft) એ એક ઉત્તમ પ્રવૃત્તિ છે. કલાસર્જન માં ઝીણવટભરી શુક્ષ્મ કલાત્મક રચના કરવા માટે ખુબજ એકાગ્રતા ની જરૂર પડે છે એટલે કે આ કામ ધ્યાનપૂર્વક,એકાગ્રતા થી કરવું પડે છે. જેનો સીધો ફાયદો ગર્ભ માં રહેલા બાળકમાં એકાગ્રતા શક્તિના વધારાના સ્વરૂપે ઉતરી આવે છે.

દરેક સ્ત્રી અલગ અલગ કલાસર્જન જેવા કે ચિત્રકલા,ભરત ગુંથણ, વેસ્ટ માં થી બેસ્ટ બનાવવું, ગ્લાસ  ચિત્રકળા, પોર્ટ મેકીંગ, મહેંદી, વોલપીસ બનાવવું જેવા શોખ ધરાવતી હોય છે. જો આમથી કશું ના આવડતું હોય અથવા તો કામ મુશ્કેલ લાગતું હોય તો પણ શીખવાનો પ્રયત્ન કરવાથી અને કામ હાથ પર લઇ ને પૂરું કરવાથી આત્મસંતોષ તો મળે જ છે પરંતુ સાથે સાથે બુદ્ધિનો વિકાસ પણ થાય છે.  જેની સીધી અસર ગર્ભસ્થ શિશુના માનસ પર થાય છે.

અહી આપણે એવી ચિંતા નહિ કરીએ કે મને કલાસર્જન આવડે છે કે નહિ, લીધેલું કામ પૂરું થશે કે નહિ, અથવા તો કામ ખુબજ અઘરૂ છે એટલે હાથ પર લેવું જ નહિ. અહી કામ કરવાનો હેતુ કોઈની આગળ કશું સાબિત કરવાનો કે કામને પ્રદર્શની માં મુકવાનો નથી. આપણે આ કામ એટલા માટે કરવાનું છે કારણ કે એકાગ્રતા અને ખુબ મહેનતથી કરેલા કામ આપણને આત્મસંતોષ અને કામ કર્યાનો આનંદ આપે છે અને તેની હકારત્મંક અને ઉમદા અસર ગર્ભમાં રહેલા શિશુ પર પડે છે.

હા, જન્મ બાદ પણ બાળક માં એકાગ્રતા કેળવી શકાય છે, પરંતુ તેમાં ખુબજ મહેનત પડે છે. જયારે ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નોથી માતા સાહજિક રીતે એકાગ્ર શક્તિ બાળકને ભેટ આપી શકે છે. ઘણા બાળકોમાં નાનપણથી જ એકાગ્ર શક્તિ સારી હોય છે, અથવાતો કોઈ એક ક્ષેત્ર માં સાહજિક નિપુણતા હોય છે.આપણે તેને “કોઠાસુજ” તરીકે ઓળખીએ છીએ. કોઠા સુજ એટલે ગર્ભ(કોઠા)માંજ માતા દ્વરા આપવામાં આવેલી સમજણ અને શક્તિ. “એક માતા ૧૦૦ શિક્ષક ની ગરજ સારે” એ કહેવત પ્રચલિત થવા પાછળનુ મર્મ પણ કદાચ આજ હશે.

આર્ટીકલના લેખિકા:

જયશ્રી હાર્દિક ઉપાધ્યાય
ગર્ભસંસ્કાર કોચ અને સલાહકાર


આ આર્ટીકલ આપને કેવો લાગ્યો ? આપના મંતવ્યો mgarbhsanskar@gmail.com પર જરૂરથી જણાવશો. આવા આર્ટીકલ નિયમિત મેળવવા માટે અમારું ફેસબુક પેજ લાઇક કરી ફોલો કરો: https://www.facebook.com/MAJESTICGARBHSANSKAR/

એક અદભુત રહસ્ય… ગર્ભસંસ્કાર (દાનવ ના ઘરે ભક્તનો જન્મ)

એક જૂની અને જાણીતી કહેવત છે કે “વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા”. જો માતા ધારે તો આ કહેવત ને પણ ખોટી પાડી શકે છે અને ઇતિહાસ ના ઘણા બધા પ્રસંગો એ વાત ની સાબિતી પુરી પાડે છે. માતાના મનોબળ અને ગર્ભાવસ્થામાં કરેલા સંસ્કારોના સિંચેને ખરેખર ચમત્કાર કરી બતાવ્યા છે. આ અનુસંધાનમાં, આજે આપણે વાત કરીશું બાળભક્ત પ્રહલાદની.

ભક્ત પ્રહલાદનો જન્મ દાનવકુળ માં થયો હતો એ વાતથી આપણે સૌ વાકેફ છીએ. દાનવકુળ માં જન્મ લેવા છતાં પણ તેમના બધા ગુણો દેવ જેવા હતા. એવું કેમ? શું કારણ છે જેણે દાનવકુળમાં જન્મેલા પ્રહલાદને દેવ જેવા ગુણોના સ્વામી બનાવ્યા? જવાબ છે “ગર્ભસંસ્કાર”. ગર્ભસંસ્કાર એટલે ગર્ભસ્થ સ્ત્રી દ્વારા બાળકને ગર્ભમાંજ કરેલું સંસ્કારોનું સિંચન.

ગર્ભાવસ્થા દરમિયાન ભક્ત પ્રહલાદના માતૃશ્રી કયાધુ નારદમુનિના આશ્રમમાં રહેતા હતા. તેમનો સમગ્ર સમય ભગવાન નારાયણ ના મંત્ર જાપઃ અને પ્રભુની કથાઓ સાંભળવામાં વ્યતીત થતો હતો. આશ્રમમનું વાતાવરણ ખુબજ ભક્તિમય અને આહલાદક હતું.ભોજન પણ શુદ્ધ અને સાત્વિક હતું. આવા ભક્તિમય વાતાવરણની અસર તેમના ગર્ભસ્થ શિશુ પર પડી જેના ફળસ્વરૂપ ભક્ત પ્રહલાદમાં ભક્તિના બીજ રોપાયા અને ભારતવર્ષને શ્રેષ્ઠ ભક્ત ની ભેટ મળી.સગર્ભા સ્ત્રી જેવા વાતાવરણ માં રહે છે અને જેવું ચિંતન કરે છે એની તેના બાળક પર કેટલી હદે અસર પડે છે એ સમજવવા માટે નું આ ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. “ગર્ભસંસ્કાર” ના કારણેજ કદાચ રાક્ષસ હિરણ્યકશ્યપનો પુત્ર ભક્ત પ્રહલાદ દેવતુલ્ય કહેવાય છે.ખરેખર, ગર્ભાવસ્થા દરમિયાન દરેક સ્ત્રી બાળકના શારીરિક વિકાસની સાથે-સાથે માનસિક વિકાસની પણ કાળજી રાખે તો નેવું વર્ષ નું કામ નવ મહિનામાં જ થઇ જાય અને તે ધારે તેવી દિવ્ય આત્માને જન્મ આપીને આ વિશ્વને એક ઉત્તમ સંતાનની ભેટ આપી શકે છે.

ગર્ભાવસ્થા – “એક અલૌકિક સુખ”

જયારે એક સ્ત્રી “મા” બનવાની હોય છે એ પળ સ્ત્રી ના જીવનની સૌથી રોમાંચક પળ હોય છે. જિંદગી જાણે કે એકજ પળમાં બદલાઈ જાય છે. લાગણીઓ માં બદલાવ, વિચારોમાં બદલાવ, ખાવા-પીવા માં બદલાવ, હરવા ફરવામાં બદલાવ અને જાણે આજુબાજુ નો માહોલ પણ અચાનક બદલાઈ જતો હોય એમ લાગે. પરિવાર ના સભ્યો ધ્યાન રાખવાનું, સલાહ સૂચનો આપવાનું શરુ કરે. જાણે કે અજાણે આ સમય અદભુત સુખ ની સાથે થોડી મૂંઝવણો પણ લઇ ને આવે છે. શરીર માં થતા અસામન્ય ફેરફારોને કારણે બેચેની, સ્નાયુઓ ખેંચાવવા જેવા નાના-મોટા શારીરિક અને માનસિક પ્રશ્નો પણ રહેતા હોય છે.

Mom holding baby in womb - Gujarati

“આ સમય ચિંતાનો નહિ પરંતુ આવનારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતન કરવાનો છે.” 
કારણ કે વિજ્ઞાન પણ એમ કહે છે કે બાળક ના મગજનો 80% વિકાસ માતા ના ઉદર મા જ થાય છે. ગર્ભ માં રહેલું બાળક દીકરો છે કે દીકરી, એ ચિંતા કરવા કરતા, આવનારું બાળક મારુ સંતાન છે જે અત્યારે મારા ગર્ભ માં ઉછરી રહ્યું છે એ અલૌકિક સુખનો અનુભવ કરવાનો છે. ગર્ભાવસ્થા ની આ સુંદર સફર માં માતા બનનારી દરેક સ્ત્રી ઉચ્ચ કોટી ના સંતાનને જન્મ આપે એ માટે માનસિક અને શારીરિક સ્વાથ્ય ની તકેદારી રાખવાની ખુબ જ જરૂર છે.

જેમ સપનાના ઘર નું નિર્માણ કરવા પ્લાંનિંગ અને સપ્રમાણ સામગ્રી જેવી કે રેતી, સિમેન્ટ, પાણી અને ઈંટો ની જરૂર પડે છે એ જ રીતે ગર્ભમાં રહેલા સંતાનના જીવનઘડતર નો પાયો મજબૂત કરવા ગર્ભાવસ્થા દરમિયાન જ ઉચ્ચ વિચારો, સમતોલ આહાર, ધ્યાન, યોગ અને અમુક નિયમોના પાલન કરવાની જરૂર છે.ખરેખર, ખુબ જ અદભુત સમયગાળો છે આ ગર્ભાવસ્થા ! નાજુક પરિસ્થિતિ માં પણ અલૌકિક સુખનો અનુભવ કરવાનો મોકો ભગવાને માત્ર સ્ત્રી ને જ આપ્યો છે.

ગર્ભાવસ્થા અને ભોજન

‘માતા’ બનવું એ દરેક સ્ત્રીના જીવનનો સૌથી રોમાંચક અને અવિસ્મરણીય અનુભવોથી ભરેલો સમયગાળો છે પરંતુ આ સમય વધારે સુંદર બનાવી શકાય જો વૈદિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સિદ્ધ થયેલી અમુક બાબતો નું યોગ્ય ધ્યાન રાખવામાં આવે.

વૈજ્ઞાનિક પ્રયોગોએ સાબિત કર્યું છે કે ગર્ભસ્થ સ્ત્રી જે પણ ભોજન આરોગે તેની તેના ગર્ભ માં રહેલા બાળક પર શારીરિક અને માનસીક અસરો જોવા મળતી હોય છે. આપણી જૂની કહેવત છે ને “જેવું અન્ન એવું મન”. એટલેજ તો રાણી કૌશલ્યાએ રાજમહેલ ના ભોજનનો ગર્ભાવસ્થા દરમ્યાન ત્યાગ કર્યો હતો. ઓહોહો !.. આ શું? રાજમહેલ ના ભોજનનો ત્યાગ? મહારાજા દશરથ ચિંતા માં પડી ગયા. દશરથ મહારાજે તાપસ કરતા ખબર પડી કે કે રાણી એ ભોજનનો ત્યાગ એટલા માટે કર્યો કારણ કે રાજમહેલમાં જે અન્નસામગ્રી આવે છે તે તો સમગ્ર રાજ્યમાંથી આવે છે.એ અન્ન કોણે, કેવી રીતે, કેવી ભાવનાથી પકવ્યું હશે અને એ અન્ન આરોગવાથી આવનારા બાળક પર પણ વિપરીત અસર પડી શકે. કૌશલ્યા રાણીએ સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન ઋષિવર વશિષ્ઠ ના આશ્રમમાંથી આવેલું ભોજનજ આરોગેલું. તેના બદલામાં મહારાણી એ આશ્રમ ની કન્યાઓને વિદ્યાપાઠ કરાવ્યો હતો. આથી કહી શકાય કે મહારાણી એપોતાની મહેનત ના ફળ સ્વરૂપે મેળવેલું સાત્વિક ભોજનજ આરોગ્યું હતું. આવુ સાત્વિક અને મહેનતથી મેળવેલુ ભોજન આરોગવાથી બાળકના મનનું બંધારણ અને ઘડતર પણ સાત્વિક જ થયું જે કદાચ રાજમહેલ ના ભોજનથી ન થાત. આમ શ્રી રામ નો શ્રેષ્ઠ વિકાસ થયો

કેટલી પવિત્ર અને શુદ્ધ ભાવના ! શું આજના અત્યાધુનિક જમાનામાં આવી વિચારસરણી ની જરૂરિયાત નથી? બહારની કોઈ પણ રેસ્ટોરાં કે લારી નું બનેલું ભોજન કેવી રીતે અને એનાથી પણ વિશેષ કેવી ભાવનાથી બનાવેલું હશે એ કોઈ ખાતરીપૂર્વક કહી ના શકે. જો આજે પણ ગર્ભસ્થ સ્ત્રી નક્કી કરે, કે તે પણ સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન ઘરમાં બનાવેલું શુદ્ધ અને સાત્વિક ભોજન જ આરોગશે તો ચોક્કસ આવનાર બાળકના તન અને મન પર નોંધપાત્ર સુધારો જોવા મળશે.

હા, માં જે ધારે તે કરી શકે

માતૃત્વ શબ્દ સાંભળતા જ મમતાનો અનુભવ થાય. પણ આ માતૃત્વ એ માત્ર નવ મહિનાની લાગણીઓનો અવસર નથી. એક સ્ત્રી જયારે નાનું બાળક હોય છે ત્યારથી જ મા હોય છે. ક્યારેક રમકડાં ની ઢીંગલી પર પ્રેમ વરસાવતી, તો ક્યારેક એના ભાઈ-બહેન પર ,અને ક્યારેક તો એના પિતા પર પણ. આજના વુમન એનપાવરમેન્ટ ના જમાનામાં દરેક સ્ત્રી એ પહેલા તો એ યાદ રાખવાનું છે કે ઉપરવાળા એ તમને સ્ત્રી હોવાનું ગૌરવ પ્રદાન કર્યું છે. સર્જન કરવાની ક્ષમતા આપીને પરમેશ્વરે પોતાની સમોવડી હોવાનો અનુભવ કરાવ્યો છે. એક આત્મા બીજા આત્મા નો અનુભવ કરી શકે, અને એ આત્મા ને શરીર આપી શકે એવું ઔલોકિક કાર્ય માત્ર ભગવાન અને સ્ત્રી જ કરી શકે. ગર્ભ માં વિકસતો આત્મા એ મારુ સંતાન છે , વાહ.. શું અદભુત અનુભૂતિ છે. માતૃત્વ દુનિયાની બધીજ સ્ત્રીઓ માટે એકસરખો આનંદદાયી અનુભવ છે. ભલે એ પછી ધનવાન હોય કે ગરીબ.

શ્રેષ્ઠ, સશક્ત, ગુણવાન અને બુદ્ધિવાન સંતાન વિશ્વ ને ભેટ આપવું એ એક સ્ત્રી ની સૌ થી મોટી ફરજ છે. પ્રાચીન કાળમાં નિર્બળ સંતાન ને જન્મ આપવો એ પાપ ગણાતું હતું.એટલે સંતાન તેજસ્વી, શૂરવીર અને પરાક્રમી આવે એ માટે ગર્ભાવસ્થા દરમ્યાન જ ખાસ પ્રયત્નો કરવામાં આવતા હતા. આજની સ્ત્રી તો ભણેલી, આધુનિક અને પુરુષ સમોવડી છે. આહાર, વિહાર અને વિચારમાં જો સંયમ રાખવામાં આવે અને ચોક્કસ સંસ્કાર નું સિંચન ગર્ભાવસ્થા થી જ કરવામાં આવે તો એ માતા વિશ્વ ને ઉચ્ચકોટી ના સંતાનો ચોક્કસ ભેટ આપી શકે છે.

શ્રી કૃષ્ણ ની વાતો માતા સુભદ્રા ના ગર્ભ જ માં સાંભળી, શીખી અને નાની ઉમર માં જ શું અભિમન્યુ એ ચક્રવ્યૂહ નહોતા વીંધ્યા ? .જો જીજાબાઇ એ સંકલ્પ ન કર્યો હોત કે મારા ગર્ભ માં રહેલું બાળક પરાક્રમી અને શૂરવીર બને, તો શિવાજી જેવા શૂરવીર ભારત દેશ ને ક્યાંથી મળ્યાં હોત ? પુતળીબાઈ ના સંતાન એવા મહાત્મા ગાંધી થી લઇ ને હીરાબા ના સુપુત્ર એવા ભારત ના વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સહીત ના મહાન લોકો ના જીવનમાં જો ડોકિયું કરવામાં આવે તો ખ્યાલ આવશે કે એમના જીવનના ઘડતર નો પાયો પણ એમની જનેતાઓએ જ નાખ્યો હતો.

હા, માં તું જે ધારે એ ચોકકસ કરી શકે.