કોવિડ -19: વૈજ્ઞાનિકોના મત મુજબ ગર્ભવતી માતામાંથી નવજાત શિશુમાં કોરોના વાઇરસ ટ્રાન્સફર થતો નથી

કોરોના વાયરસથી વિશ્વભરમાં ડર વચ્ચે કેટલાક સારા સમાચાર બહાર આવ્યા છે. ચિની સંશોધનકારોએ જાહેર કર્યું છે કે વાયરલ ચેપ સગર્ભા માતામાંથી નવજાત શિશુમાં જન્મ સમયે ટ્રાન્સમિટ થતો નથી.

ગર્ભાવસ્થા દરમિયાન કોરોના વાયરસ (COVID-19) થી સંક્રમિત માતાઓ દ્વારા આ રોગ નવજાત શિશુમાં જાય છે કે નહિ તેની પુષ્ટિ કરવા માટે ગયા મહિનામાં બે અભ્યાસ કરવામાં આવ્યા જેનો આર્ટીકલ Frontiers in Pediatrics જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલ છે.

પ્રથમા અધ્યયન ચાર ગર્ભવતી સ્ત્રીઓ પર કરવામાં આવ્યું હતું. ચારે સ્ત્રીઓ વાયરસથી સંક્રમિત હતી અને તેમણે ચીનના વુહાન શહેરની યુનિયન હોસ્પીટલમાં ચેપ દરમિયાન નવજાત શિશુઓને જન્મ આપ્યો હતો. ચીનના હુબેઈ પ્રાંતમાં આવેલ વુહાન શહેર કોરોના વાઇરસથી સૌથી વધારે પ્રભાવિત શેહર હતું.

હુઆઝોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધનકાર અનુસાર આ નવજાત શિશુઓમાંના કોઈને પણ તાવ અથવા ઉધરસ જેવા COVID-19 સાથે સંકળાયેલા કોઈ ગંભીર લક્ષણો વિકસ્યા નથી, જો કે શરૂઆતમાં બધા નવજાત શીશુઓને ICU માં અઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.

આ સિવાય પણ અન્ય 9 સગર્ભા સ્ત્રીઓ કે જે કોરોના થી સંક્રમિત હતી, તેમના પર અધ્યયન કરવામાં આવ્યું હતું. સંશોધનકારોને તેમાં પણ નવજાત શિશુમાં સંક્રમણના કોઈ પુરાવા મળ્યા નથી. હુઅઝોંગ યુનીવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ના ડૉ. યાન લી મુજબ નવમાંથી આઠ ડીલીવરી સિઝેરિયન અને એક ડીલીવરી નોર્મલ થઇ હતી.બંને પ્રકારની ડીલીવરીમાં બાળકને ચેપ લાગ્યો ન હતો.

જોકે સંસોધકોએ જણાવ્યું છે કે કે નવજાત શિશુઓ અને બાળકોમાં સંભવિત COVID-19 ચેપ માતા તરફથી લાગુ પડે છે કે નહિ તે માટે અન્ય પાસાઓની વધુ તપાસ જરૂરી છે.

મજેસ્ટીક ગર્ભસંસ્કારનું મંતવ્ય:

હાલના સમય અને સંસોધન મુજબ કોરોનાની કોઈ ચોક્કસ દવા કે વેક્સીન શોધાયેલી નથી. આ વાયરસથી ડરવાની નહિ પણ સાવચેત રહેવાની જરૂર છે. ગર્ભવતી સ્ત્રીઓએ આ સમય ખુબ જ આનંદમાં હકારાત્મક રહીને વ્યતીત કરવો જોઈએ. જરૂરી ન હોય તો લોકસંપર્ક ટાળવો જોઈએ. અલગ અલગ પ્રવૃતિઓ જેવી કે ગર્ભસંવાદ, હકારાત્મક સૂચનો, પ્રાર્થના, બોધકથા, મહાન લોકોના જીવનના પ્રસંગો, બાળકની 5 ઇન્દ્રિયો વિકસિત થઇ શકે તેવી પ્રવૃતિઓ, સત્સંગ પ્રવૃતિઓ, બ્રેઈન એક્ટીવીટી વગેરે દરરોજ કરવી જોઈએ. હકારાત્મક અને આનંદમય રહેશો તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે, અને આ મજબુરીના સમયને એક તક માં પરિવર્તિત કરી શકાશે.  ઉત્તમ ગુણો વાળા સંતાનને જન્મ આપવાની ગર્ભસ્થ સ્ત્રી ને શ્રેષ્ઠ લાઈફ સ્ટાઇલ એટલે જ ગર્ભસંસ્કાર.

આપની ગર્ભાવસ્થા આનંદમય અને શ્રેષ્ઠ રહે તેવી પરમાત્મા ને પ્રાર્થના.

આ વિષય પર વધુ માહિતી માટે તેમજ ગર્ભસંસ્કારનો દૈનિક કોર્સ ઘરે બેસીને જ કરવા માટે ૯૭૨૭૦૦૬૦૦૧ પર સંપર્ક કરો અથવા તો “ગર્ભ સંસ્કાર ગુરુ” મોબાઈલ એપ આજે જ ડાઉનલોડ કરી ગર્ભસંસ્કાર કોર્સ સબસ્ક્રાઈબ કરો.

 

લેખ સંદર્ભ: https://www.timesnownews.com/health/article/covid-19-scientists-say-coronavirus-not-transmittable-from-pregnant-mothers-to-newborns/565103

Comments are closed.