ગર્ભાવસ્થા – “એક અલૌકિક સુખ”

જયારે એક સ્ત્રી “મા” બનવાની હોય છે એ પળ સ્ત્રી ના જીવનની સૌથી રોમાંચક પળ હોય છે. જિંદગી જાણે કે એકજ પળમાં બદલાઈ જાય છે. લાગણીઓ માં બદલાવ, વિચારોમાં બદલાવ, ખાવા-પીવા માં બદલાવ, હરવા ફરવામાં બદલાવ અને જાણે આજુબાજુ નો માહોલ પણ અચાનક બદલાઈ જતો હોય એમ લાગે. પરિવાર ના સભ્યો ધ્યાન રાખવાનું, સલાહ સૂચનો આપવાનું શરુ કરે. જાણે કે અજાણે આ સમય અદભુત સુખ ની સાથે થોડી મૂંઝવણો પણ લઇ ને આવે છે. શરીર માં થતા અસામન્ય ફેરફારોને કારણે બેચેની, સ્નાયુઓ ખેંચાવવા જેવા નાના-મોટા શારીરિક અને માનસિક પ્રશ્નો પણ રહેતા હોય છે.

Mom holding baby in womb - Gujarati

“આ સમય ચિંતાનો નહિ પરંતુ આવનારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતન કરવાનો છે.” 
કારણ કે વિજ્ઞાન પણ એમ કહે છે કે બાળક ના મગજનો 80% વિકાસ માતા ના ઉદર મા જ થાય છે. ગર્ભ માં રહેલું બાળક દીકરો છે કે દીકરી, એ ચિંતા કરવા કરતા, આવનારું બાળક મારુ સંતાન છે જે અત્યારે મારા ગર્ભ માં ઉછરી રહ્યું છે એ અલૌકિક સુખનો અનુભવ કરવાનો છે. ગર્ભાવસ્થા ની આ સુંદર સફર માં માતા બનનારી દરેક સ્ત્રી ઉચ્ચ કોટી ના સંતાનને જન્મ આપે એ માટે માનસિક અને શારીરિક સ્વાથ્ય ની તકેદારી રાખવાની ખુબ જ જરૂર છે.

જેમ સપનાના ઘર નું નિર્માણ કરવા પ્લાંનિંગ અને સપ્રમાણ સામગ્રી જેવી કે રેતી, સિમેન્ટ, પાણી અને ઈંટો ની જરૂર પડે છે એ જ રીતે ગર્ભમાં રહેલા સંતાનના જીવનઘડતર નો પાયો મજબૂત કરવા ગર્ભાવસ્થા દરમિયાન જ ઉચ્ચ વિચારો, સમતોલ આહાર, ધ્યાન, યોગ અને અમુક નિયમોના પાલન કરવાની જરૂર છે.ખરેખર, ખુબ જ અદભુત સમયગાળો છે આ ગર્ભાવસ્થા ! નાજુક પરિસ્થિતિ માં પણ અલૌકિક સુખનો અનુભવ કરવાનો મોકો ભગવાને માત્ર સ્ત્રી ને જ આપ્યો છે.

Add a Comment

You must be logged in to post a comment