ગર્ભાવસ્થા અને ભોજન

‘માતા’ બનવું એ દરેક સ્ત્રીના જીવનનો સૌથી રોમાંચક અને અવિસ્મરણીય અનુભવોથી ભરેલો સમયગાળો છે પરંતુ આ સમય વધારે સુંદર બનાવી શકાય જો વૈદિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સિદ્ધ થયેલી અમુક બાબતો નું યોગ્ય ધ્યાન રાખવામાં આવે.

વૈજ્ઞાનિક પ્રયોગોએ સાબિત કર્યું છે કે ગર્ભસ્થ સ્ત્રી જે પણ ભોજન આરોગે તેની તેના ગર્ભ માં રહેલા બાળક પર શારીરિક અને માનસીક અસરો જોવા મળતી હોય છે. આપણી જૂની કહેવત છે ને “જેવું અન્ન એવું મન”. એટલેજ તો રાણી કૌશલ્યાએ રાજમહેલ ના ભોજનનો ગર્ભાવસ્થા દરમ્યાન ત્યાગ કર્યો હતો. ઓહોહો !.. આ શું? રાજમહેલ ના ભોજનનો ત્યાગ? મહારાજા દશરથ ચિંતા માં પડી ગયા. દશરથ મહારાજે તાપસ કરતા ખબર પડી કે કે રાણી એ ભોજનનો ત્યાગ એટલા માટે કર્યો કારણ કે રાજમહેલમાં જે અન્નસામગ્રી આવે છે તે તો સમગ્ર રાજ્યમાંથી આવે છે.એ અન્ન કોણે, કેવી રીતે, કેવી ભાવનાથી પકવ્યું હશે અને એ અન્ન આરોગવાથી આવનારા બાળક પર પણ વિપરીત અસર પડી શકે. કૌશલ્યા રાણીએ સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન ઋષિવર વશિષ્ઠ ના આશ્રમમાંથી આવેલું ભોજનજ આરોગેલું. તેના બદલામાં મહારાણી એ આશ્રમ ની કન્યાઓને વિદ્યાપાઠ કરાવ્યો હતો. આથી કહી શકાય કે મહારાણી એપોતાની મહેનત ના ફળ સ્વરૂપે મેળવેલું સાત્વિક ભોજનજ આરોગ્યું હતું. આવુ સાત્વિક અને મહેનતથી મેળવેલુ ભોજન આરોગવાથી બાળકના મનનું બંધારણ અને ઘડતર પણ સાત્વિક જ થયું જે કદાચ રાજમહેલ ના ભોજનથી ન થાત. આમ શ્રી રામ નો શ્રેષ્ઠ વિકાસ થયો

કેટલી પવિત્ર અને શુદ્ધ ભાવના ! શું આજના અત્યાધુનિક જમાનામાં આવી વિચારસરણી ની જરૂરિયાત નથી? બહારની કોઈ પણ રેસ્ટોરાં કે લારી નું બનેલું ભોજન કેવી રીતે અને એનાથી પણ વિશેષ કેવી ભાવનાથી બનાવેલું હશે એ કોઈ ખાતરીપૂર્વક કહી ના શકે. જો આજે પણ ગર્ભસ્થ સ્ત્રી નક્કી કરે, કે તે પણ સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન ઘરમાં બનાવેલું શુદ્ધ અને સાત્વિક ભોજન જ આરોગશે તો ચોક્કસ આવનાર બાળકના તન અને મન પર નોંધપાત્ર સુધારો જોવા મળશે.

Add a Comment

You must be logged in to post a comment